Explore

Search

August 11, 2026

Contact us -7820092500

IAS Coaching

રૂ.5 કરોડની લોન અપાવવાના નામે ડોક્ટર સાથે રૂ.5 લાખની છેતરપિંડી

વડોદરા: છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જન તરીકે ફરજ બજાવતા ડો. મહેશ બાબુભાઈ વાઘેલાને રૂ.5 કરોડની લોન અપાવવાની લાલચ આપી રાજકોટના શખ્સે રૂ.5 લાખ પડાવી લીધાની ફરિયાદ ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

પોલીસ ફરિયાદ મુજબ, હોસ્પિટલ માટે લોનની જરૂર હોવાથી ડો. વાઘેલા ઓનલાઇન લોનની માહિતી શોધી રહ્યા હતા. દરમિયાન રીતુ નામની મહિલાનો ફોન આવ્યો હતો અને તેણે રાજકોટના હાર્દિક રણવીર સોલંકીનો સંપર્ક કરાવ્યો હતો. હાર્દિકે પોતે ‘એચ.આર. ફીનકોર’ના નામે લોન અપાવવાનું કામ કરતો હોવાનું જણાવી રૂ.5 કરોડની લોન બે-ત્રણ દિવસમાં અપાવવાની ખાતરી આપી હતી. તેના બદલામાં એક ટકા એડવાન્સ ફી માગી હતી.

હાર્દિકે એગ્રીમેન્ટ મોકલતાં વિશ્વાસ બેસતાં ડો. વાઘેલાએ તા.28 નવેમ્બર, 2025ના રોજ રૂ.5 લાખ ટ્રાન્સફર કર્યા હતા. જોકે, ત્યારબાદ લોન મંજૂર કરાવી ન આપતાં આરોપી વિવિધ બહાના કાઢતો રહ્યો હતો. અંતે ડો. વાઘેલાએ ગોરવા પોલીસનો સંપર્ક કરતાં પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!