Explore

Search

August 13, 2026

Contact us -7820092500

IAS Coaching

નવી સિવિલ હોસ્પિટલના જુનિયર ક્લાર્કના ઘરનું તાળું તૂટ્યું : કુલ રૂ. ૧,૯૭,૧૧૦ની મતાની ચોરી

સુરત શહેરના વડોદ ગામે સાંઈમોહન રો-હાઉસમાં રહેતા મનીષાબેન ભીખુભાઈ પટેલ મજુરાગેટ પાસેની નવી સિવિલ હોસ્પિટલમાં મુખ્ય તબીબી અધિક્ષકની ઓફિસમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. ગત તા. ૨૩ એપ્રિલના રોજ પરિવારજનો સાથે દેવમોગરા મંદિરે દર્શન કરવા ગયા હતા. બીજી તરફ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને દરવાજાના તાળા નકૂચા તોડીને પ્રવેશ કર્યો હતો. ઉપરાંત બેડરૂમના કબાટ તોડી નાંખીને સોના-ચાંદીના દાગીના, રોકડ ૨કમ એમ કુલ રૂ. ૧,૯૭,૧૧૦ની મતાની ચોરી કરીને નાસી ગયા હતા. પાંડેસરા પોલીસે સીસી ટીવી કેમેરાના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!