તાપી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ તથા પેરોલ ફર્લો સ્કોર્ડના માણસોને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે તા.૧૭મી માર્ચ નારોજ હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઇ મગનભાઇ (બ.નં.૬૮૬) તથા પોલીસ કોન્સ્ટેબલ રોનકકુમાર સ્ટીવનસનભાઈ (બ.ન.૩૬૫) ને સંયુકત રીતે ખાનગી રાહે બાતમી અધારે વાલોડના સ્યાદલા ગામ પાસેથી વાલોડ પોલીસ સ્ટેશન અને સોનગઢ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ધાડના ગુનામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબના ગુનાના કામે સંડોવાયેલ વોન્ટેડ આરોપી- દ્રવિડ વેચાણભાઈ વસાવા (ઉ.વ.૨૫) રહે.ગામ-રમણપુરા ટેકરી ફળીયુ તા.નેત્રંગ જી.ભરૂચ હાલ રહે.નવા બાઘા તા.વાલિયા જી.ભરૂચ ને પકડી પાડી તેના કબજામાંથી ગુનામાં વપરાયેલ લાલ કલરની યામાહા કંપનીની આર.વન ફાઇવ મોટર સાઇકલ નંબર GJ-16-DM-0869 ક્બ્જે કરી હતી અને આરોપી દ્રવિડ વસાવાની અટકાયત કરી આગળની વધુ કાર્યવાહી સારું વાલોડ પોલીસને સોંપવામાં આવ્યો હતો.
Latest News
ખોલવડ ગામની સીમમાં વહેતી નદીમાંથી ગુમ ઈસમની લાશ મળી, પોલીસ તપાસ શરૂ
September 29, 2026
ઓલપાડનાં વિહારા ગામે બાઈક અડફેટે વૃદ્ધાનું મોત નીપજ્યું
September 29, 2026
પારડીનાં અરનાલા ગામનાં યુવકનું અકસ્માતમાં ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું
September 29, 2026
Tapi update : વાલોડ માંથી ધાડના ગુનામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઝડપાયો


