બારડોલીમાં નગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારમાં શોપિંગ કોમ્પ્લેક્સ બનાવાવમાં આવ્યા છે. જેની દુકાનો પાઘડી પર આપવામાં આવી છે.
કેટલાક દુકાનદારો દ્વારા ભાડાની રકમ નગરપાલિકા જમા કરાવવામાં આવતી નથી. જેને કારણે પાલિકાએ એક મહિના પહેલા કેટલાક દુકાનદારોને આખરી નોટીસ ફટકારી હતી તેમ છતાં ભાડું નહીં ભરનાર પાંચ દુકાનદારો જેમાં ગાંધી રોડ પર આવેલા અભિનંદન માર્કેટની એક દુકાન, મહાત્મા ગાંધી કોમ્પ્લેક્સની ત્રણ દુકાનો અને સુથાર ફળિયામાં આવેલી દુકાનને પાલિકાએ સીલ કરી દીધી હતી.
Latest News

