Explore

Search

May 15, 2026

Contact us -7820092500

IAS Coaching

અમદાવાદ ઝોન 2 એલસીબી અને શાહપુર પોલીસની ટીમે 7.20 લાખનું 72 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક મહિલાની ધરપકડ કરી

નશાનો કાળો કારોબાર અટકાવવા માટે પોલીસ દ્વારા દરેક પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા છે તે ખુબજ સરાહનીય વાત છે, ત્યારે અમદાવાદમાં ઝોન 2 એલસીબી અને શાહપુર પોલીસની ટીમે બાતમીના આધારે સયુંકત કામગીરી કરી એક મહિલાની ધરપકડ કરી છે અને તેની પાસેથી 7.20 લાખનું 72 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આ મામલે મહિલા વિરુદ્ધ એનડીપીએસ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ શહેરના કારંજ વિસ્તારમાં પરવીનબાનુ કુરેશી નામની એક મહિલા પાસે મેફેડ્રોન ડ્રગ્સ હોવાની બાતમી મળતા ઝોન 2 એલસીબી અને શાહપુર પોલીસની સયુંકત ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. જે હેઠળ કારંજ વિસ્તારમાંથી પરવીનબાનુ કુરેશી નામની મહિલાઓની ધરપકડ કરી તેની પાસેથી 72 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. આ ડ્રગ્સની કિંમત આશરે રૂ. 7.20 લાખ બતાવવામાં આવી રહી છે.

આ ઘટનામાં અમદાવાદ ઝોન 2 એલસીબી અને શાહપુર પોલીસને પરવીનબાનુ કુરેશી વિરુદ્ધ એનડીપીએસ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં ફરાર 2 આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે. પરવીનબાને પાસે ડ્રગ્સ ક્યાંથી આવ્યું, કોણ કોણ સામેલ છે, આ ડ્રગ્સના રેકેટ પાછળ કઈ ગેંગ છે તે બધાજ સવાળોનો અંત આવે તે માટે આગળ વધૂ તપાસ કરવામાં આવી રહી છે.

 

Advertisement
error: Content is protected !!