Explore

Search

October 4, 2026

Contact us -7820092500

IAS Coaching

પલસાણાનાં બલેશ્વર ગામની યુવતી સાથે ૯૦ હજારથી વધુની ઓનલાઈન છેતરપિંડી

સુરત જિલ્લાનાં પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામમાં રહેતી યુવતી સાયબર ફ્રોડનો શિકાર બની હતી. ખાડી ફળિયામાં રહેતા ૨૨ વર્ષીય યોગીતાબેન સંજયભાઈ બૈસાની ગત તારીખ ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬ નારોજ પોતાના મોબાઈલમાં ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમણે ફેસ ક્રીમની એક પોસ્ટ જોઈ હતી અને તેના પર ક્લિક કરતા ‘ZEPTO’ જેવી દેખાતી એક બનાવટી વેબસાઈટ ખુલી ગઈ હતી. ત્યારબાદ વેબસાઈટ ખુલતાની સાથે જ તેમના મોબાઈલ પર અચાનક ઓટીપી અને મેસેજ આવવા લાગ્યા હતા. આ શંકાશીલ ગતિવિધિ જોઈને યુવતીએ તરત જ પોતાના મોટા ભાઈ કિષ્ણાને જાણ કરી હતી. જયારે તેમણે પોતાનું બેંક એકાઉન્ટ બેલેન્સ ચેક કર્યું ત્યારે તેમાં માત્ર ૯૦ રૂપિયા જ બચ્યા હોવાનું માલુમ પડયું હતું.

વધુ તપાસ માટે બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં જતા જાણવા મળ્યું હતું કે, તેમના ખાતામાંથી તારીખ ૧૭ ઓગસ્ટ ૨૦૨૬ થી ૩૦ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન અલગ અલગ અ ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂપિયા ૯૧,૦૪૦/- ઉપડી ગયા હતા. ZEPTOMARKETPLACE@ YESPAY નામની આઈડી ધરાવતા કોઈ અજાણ્યા વ્યક્તિના ખાતામાં આ રકમ ટ્રાન્સફર થઈ ગઈ હતી. આ ઘટનાનો ખ્યાલ આવતા જ ભોગ બનનાર યુવતીએ તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવતા સાયબર સેલની તપાસ બાદ તારીખ ૨ ઓક્ટોબર ૨૦૨૬ નારોજ પલસાણા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!