Explore

Search

May 15, 2026

Contact us -7820092500

IAS Coaching

વલસાડના પારડીમાં એક 22 તોલા દાગીનાની ચોરી થઈ

વલસાડના પારડીમાં આવેલ બગવાડા ગામે ચોરોનો આતંક જોવા મળ્યો હતો જેમાં એક ટ્રાન્સપોર્ટરના ઘરે રાતે ચોર ઘૂસ્યા હતા અને 22 તોલા દાગીનાની ચોરી થઈ હતી. જો કે સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે ચોરો દરવાજા તોડયા વગર મકાનમાં ઘૂસવામાં સફળ રહ્યા હતા અને 22 તોલા દાગીના ચોરી ગયા હતા.

આ ચોરીના બનાવ અંગે પારડી પોલીસે ચોરનું પગેરું મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે. આ બાબતે પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ તો જાણભેદુઓએ ચોરીને અંજામ આપ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ સિવાય આ ચોરીમાં જાણભેદુ ન હોય પણ કદાચ ચોરને માહિતી આપવામા જાણભેદુ હોય તેવું પોલીસનું અનુમાન છે. પોલીસે આ મુદ્દે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Advertisement
error: Content is protected !!