Explore

Search

October 22, 2026

Contact us -7820092500

IAS Coaching

સોનગઢમાં ઇન્સ્ટાગ્રામ કોમેન્ટનો વિવાદ વકર્યો: ૨૦થી ૨૫ના ટોળાનો મકાન પર પથ્થરમારો, પોલીસની ત્વરિત કાર્યવાહીએ સ્થિતિ થાળે પાડી

સોનગઢ શહેરના જૂનાગામ મુસ્લિમ ફળિયા વિસ્તારમાં સોશિયલ મીડિયા પર થયેલી કોમેન્ટને લઈને વિવાદ સર્જાતાં પથ્થરમારાની ઘટના બની હતી. આ બનાવ અંગે નિઝર ડિવિઝનના ડીવાયએસપી (DySP) દ્વારા નિવેદન આપીને ઘટનાની વિગતો જાહેર કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, હાલ સોનગઢ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય અને શાંતિપૂર્ણ છે.પ્રાપ્ત વિગતો મુજબ, ગત ૨૦ ઓક્ટોબરના રોજ સોનગઢ ટાઉનના જૂનાગામ મુસ્લિમ ફળિયા વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ પર કરવામાં આવેલી કોમેન્ટને લઈને મનદુઃખ અને અદાવતના કારણે વિવાદ ઊભો થયો હતો. આ વિવાદ દરમિયાન અંદાજે ૨૦થી ૨૫ લોકોનું ટોળું એકત્ર થયું હતું અને ગૌરવ ચૌધરી નામના વ્યક્તિના મકાન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસની દરમિયાનગીરીથી ટોળાને સ્થળ પરથી હટાવી સ્થિતિ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. પથ્થરમારાની ઘટનામાં સંડોવાયેલા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે ગુનો નોંધવા અને આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું ડીવાયએસપીએ જણાવ્યું હતું.સોનગઢમાં હાલ સ્થિતિ શાંત અને નિયંત્રણમાં હોવાનું પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે.

Advertisement
error: Content is protected !!