Explore

Search

October 21, 2026

Contact us -7820092500

IAS Coaching

ધડગાંવના ચિત્તારચા રેવનીપાડા ગામે જૂની અદાવતે સગા ભાઈની હત્યા, પોલીસે ગુન્હો નોંધ્યો

મહારાષ્ટ્રનાં ધડગાંવ તાલુકાના ચિત્તારચા રેવનીપાડા ગામમાં સગા ભાઈઓ વચ્ચે ચાલી આવતી અકસ્માતની જૂની અદાવતમાં એક ભાઈએ પોતાના જ સગા ભાઈને કુહાડી વડે ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. મળતી માહિતી મુજબ, રામસિંગ પોહલ્યા વળવી અને મનોજ પોહલ્યા વળવી બંને સગા ભાઈઓ છે. આશરે છ માસ પહેલા દેવમોગરા ખાતેથી માતાના દર્શન કરી પરત ફરતી વખતે ગુજરાતના સાગબારા નજીક તેમની બાઈકને અકસ્માત નડયો હતો. આ અકસ્માતમાં મૃતકનો પુત્ર શંકર અને ફરિયાદીનો પુત્ર રવિન્દ્ર ઉર્ફ કાંડયા નામના બે યુવકોના મોત થયા હતા. આ અકસ્માત માટે મનોજ પોહલ્યા વળવી જવાબદાર હોવાની શંકા રાખી રામસિંગ પોહલ્યા વળવી અવારનવાર તેની સાથે ઝઘડો કરતો હતો.

તારીખ ૧૭ સપ્ટેમ્બરે રાતે બંને ભાઈ વચ્ચે ફરીથી ઉગ્ર બોલાચાલી થઈ હતી. તે દરમિયાન રામસિંગે મનોજના ઘર પર પથ્થરમારો કર્યો હતો. આ વાતનો ગુસ્સો રાખી મનોજ વળવીએ પોતાના હાથમાં રહેલી ધારદાર કુહાડી વડે રામસિંગના માથા, ગાલ અને મોઢા પર સપાટાબંધ ઘા ઝીંકી દીધા હતા. આ ગંભીર ઈજાઓને કારણે રામસિંગ વળવીનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ મામલે ફરિયાદી ગુલાબસિંગ પોહલ્યા વળવી (રહે.ચિત્તરવા રેવનીપાડા, તાલુકો ધડગાંવ, જિનંદુરબાર)ની ફરિયાદના આધારે ધડગાંવ પોલીસ મથકમાં આરોપી મનોજ પોહલ્યા વળવી સામે ગુનો નોંધાયો હતો.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!