Explore

Search

October 21, 2026

Contact us -7820092500

IAS Coaching

બારડોલીના તરભોણ ગામેથી ૫.૬૦ લાખનાં કેબલો ચોરી થયાની ફરિયાદ નોંધાઈ

સુરત જિલ્લાનાં બારડોલી તાલુકાના તરભોણ ગામના એ.વી.પી. સ્ટાર પ્રાઈવેટ લિ.ગ્રીન સોલાર પ્લાન્ટના કમ્પાઉન્ડમાંથી રૂપિયા ૫.૬૦ લાખની કિંમતના એમ.એમ.ડી.સી.ના કેબલો અજાણ્યા ઈસમો ચોરી ગયા હતા. બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, બારડોલી તાલુકાના તરભોણ ગામની સીમમાં આવેલ એ.વી.પી. સ્ટાર પ્રાઈવેટ લિ. ગ્રીન સોલાર પ્લાન્ટના કમ્પાઉન્ડમાંથી તારીખ ૧૫-૧૦-૨૦૨૬ના રોજ કોઈ અજાણ્યા ચોર ઈસમો ૪ સ્ક્વેર એમ.એમ.ડી.સી.ના ૧૬ હજાર મીટર કેબલ જેની કિંમત રૂપિયા ૫,૬૦,૦૦૦ ચોરી ગયા હતા. બનાવ અંગે તનયકુમાર રાજુભાઈ પટેલ (રહે.છીબાડ ફળિયું, વલવાડા, જિ.સુરત)ને પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!