Explore

Search

October 17, 2026

Contact us -7820092500

IAS Coaching

વાપીની સ્પેશિયલ પોક્સો કોર્ટે અપહરણનાં કેસમાં આરોપીને સજા ફટકારી

વાપીની સ્પેશિયલ પોક્સો કોર્ટે છ વર્ષની બાળકીના અપહરણના કેસમાં આરોપી રમેશને દોષિત જાહેર કર્યો હતો. સાથે જ ત્રણ વર્ષ અને સાત મહિનાની સાદી કેદની સજા ફટકારી હતી. મળતી માહિતી મુજબ, વાપીના કરવડ નહેર ખાતે આવેલ સાંઈવિર ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં રહેતા અને કડિયાકામ કરતા એક શ્રમિક પરિવારની છ વર્ષની પુત્રી ગત તરીખ ૮ ફેબ્રુઆરી, ૨૦૨૩ નારોજ બપોરે ગુમ થઈ હતી. જોકે બાળકી તેનાં ભાઈ અને અન્ય બાળકો સાથે રહેઠાણ પાસે રમતી હતી. તે દરમિયાન બાળકીના પિતા અને માતા કામ પર ગયા હતા. જયારે બપોરે બાળકી જોવા નહીં મળતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી.

આ દરમિયાન ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં વોચમેન અને પાણી છાંટવાનું કામ કરતો રમેશ નેપાળી પણ ગાયબ હતો. ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ શરૂ કરી મધ્યપ્રદેશના ખંડવા રેલવે સ્ટેશન પરથી આરોપીને ઝડપી લીધો હતો. આ કેસની આ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ અનિલ ત્રિપાઠીની દલીલોને ધ્યાને લઈને સ્પેશિયલ પોક્સો જજ ડો.એચ.એન. વકીલે આરોપી રમેશ નેપાળીને અપહરણના ગુનામાં દોષિત ઠેરવી આઈપીસીની કલમ ૩૬૩ હેઠળ સાડા ત્રણ વર્ષથી વધુ એટલે કે ત્રણ વર્ષ અને સાત મહિનાની સાદી કેદની સજા ફટકારી હતી. આ ઉપરાંત રૂપિયા ૧,૦૦૦નો દંડ અને દંડ નહીં ભરે તો વધુ સાત દિવસની સાદી કેદનો હુકમ કર્યો હતો. સાથે જ ભોગ બનનાર બાળકીને ગુજરાત વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ રૂપિયા ૨૦,૦૦૦નું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!