Explore

Search

October 17, 2026

Contact us -7820092500

IAS Coaching

અટગામ ગામની સીમમાં બે બાઈક વચ્ચેનાં અકસ્માતમાં એકનું મોત નીપજ્યું

વલસાડ જિલ્લાના અટગામ ગામમાં રહેતા પ્રેયશભાઈ ચુનીભાઈ પટેલ પોતાની બાઈક લઈને પાણીખડકથી ખેરગામ તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન આછવણી બંધાડ ફળિયા ખબરીવાડ, બસ ડેપો સામે એક હોંડા સાઈન મોટરસાઈકલના અજાણ્યા ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી પ્રેયશભાઈની બાઈકને ટક્કર મારી હતી.

જોકે અકસ્માતમાં પ્રેયશભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી. તેને તુરંત જ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના કાકાના દીકરા કૌશિકભાઈ શાંતિલાલ પટેલ (રહે.અટગામ,નેવા ફળિયા,વલસાડ)નાંએ ખેરગામ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!