વલસાડ જિલ્લાના અબ્રામાની તલસીવનના શ્રી મણિ વિલાસ પાસે રહેતા બેલાબેન વિકાસભાઈ ગામીત હાલે ઘરકામ કરે છે. બેલાબેન અગાઉ વલસાડના મગોદ ડુંગરી ગામે એક ખાનગી શાળામાં ખાનગી શિક્ષક તરીકે નોંકરી કરતા હતા. બેલાબેને તેણીના ઈન્સ્ટગ્રામ એકાઉન્ટમાં એકેડેમીની જાહેરાત જોઈ તેમાં રસ દાખવ્યો હતો. ત્યારબાદ એકેડેમીમાં ફરજ બજાવતી મૈત્રીબેને સંચાલક રાજવીરનું નામ અને તેમનો મોબાઈલ નંબર બેલાબેનને આપ્યો હતો. બેલાબેનની ઈન્ટાગ્રામ આઈડી ઉપર જયેશકુમાર બેલદાર નામની ઈસમની ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપરથી મેસેજ આવ્યો હતો અને તે એકેડેમી દ્વારા સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ ઉપર રીલ્સ મૂકવા બાબતનો કોર્સ કરવાનું જણાવતા, બેલાબેને અલગ અલગ કોર્સની માહિતી આપી હતી.
ત્યારપછી જયેશકુમારે બેલાબેન સાથે સંપર્ક ચાલુ રાખ્યો હતો. જયેશકુમારે બેલાબેનને તે વલસાડના ધરમપુર ચાર રસ્તા પાસે ટ્રોલી બનાવવાનું કામ શરૂ કરવાનો ઝાંસો આપ્યો હતો. વર્કશોપનું સંચાલન કરવાની અવેજીમાં માસિક રૂપિયા ૨૫,૦૦૦/- મુજબ નોકરીએ રાખવા અને જો વર્કશોપ ચાલે તો વર્કશોપમાં ભાગીદાર બનાવવાની લાલચ આપી હતી.
ત્યારબાદ જયેશકુમારે અલગ અલગ બહાના હેઠળ બેલાબેન પાસેથી રૂપિયા ૬૯,૭૬૩/-ની રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી. પછી જયેશકુમારના પુત્ર મંથને બેલાબેનને તારાપુરમાં જમીન અપાવવાનો ઝાંસો આપી રૂપિયા ૭૦,૦૦૦/-ની મદદ કરવાનું જણાવતા બેલાબેને તેમની સોનાની ચેઈન ગીરવે મૂકી મંથનને રૂપિયા ૭૦ હાજર ટ્રાન્સફર કર્યા હતા. આમ પિતા-પુત્રની બેલડીએ બેલાબેન પાસેથી કુલ રૂપિયા ૧,૪૯,૭૬૩/-ની છેતરપિંડી કરી હતી. આમ, છેતરાયેલા બેલાબેને જયેશકુમાર કનુભાઈ બેલદાર અને તેના પુત્ર મંથન (બંને રહે.શુકન સોસાયટી,મોરાજ રોડ પાસે,તારાપુર ગામ,તા.તારાપુર, જી.આંણદ) સામે સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.(સૌજન્ય)


