Explore

Search

October 15, 2026

Contact us -7820092500

IAS Coaching

નવસારી જિલ્લાનાં અબ્રામા ગામે બે બાઈક વચ્ચેનાં અકસ્માતમાં બે’નાં મોત નીપજયાં

નવસારી જિલ્લાનાં જલાલપોર તાલુકાનાં અબ્રામા ગામે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતાં નવસારી મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં ફરજ બજાવતા એક કર્મચારી સહિત બે વ્યક્તિના મોત નીપજ્યાં હતાં. જયારે અકસ્માતમાં અન્ય એક યુવકને પણ ઈજાઓ પહોંચી હતી. મળતી માહિતી મુજબ, કૃષ્ણપુર ગામ ખાતે રહેતા અને મહાનગરપાલિકાના વિજલપોર ફાયર સ્ટેશનમાં સેવા આપતા ફાયર જવાન ચંદ્રકાંતભાઈ ટંડેલ સોમવારની રાત્રે પોતાની નાઈટ શિફ્ટની ફરજ બજાવવા માટે કૃષ્ણપુર ગામેથી બાઈક પર નીકળ્યા હતાં. તેઓ અબ્રામા માર્ગ પરથી પસાર થઈ ફાયર સ્ટેશન તરફ જઈ રહ્યા હતાં.

તે દરમ્યાન અબ્રામા ગામના ચોરમલા ફળિયા પાસે મુખ્ય માર્ગ પર સામેથી આવતી અન્ય એક બાઈક સાથે તેમની બાઈકની જોરદાર ટક્કર થઈ હતી. જેમાં ફાયર જવાન ચંદ્રકાંતભાઈ ટંડેલ તથા સામેથી આવતી બાઈક ચલાવી રહેલા તિરેન્દ્ર કુમાર નામના યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં સામેના બાઈક ચાલક તિરેન્દ્ર કુમાર હાલ અબ્રામા ગામે રહેતા હતાં અને મૂળ પંચમહાલ જિલ્લાના હોવાનું જાણવા મળ્યું છે. તેમની બાઈક પર પાછળ બેઠેલા અન્ય એક યુવકને પણ ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતની જાણ થતાં જ જલાલપોર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!