Explore

Search

October 15, 2026

Contact us -7820092500

IAS Coaching

પલસાણાનાં અંત્રોલી ગામે ધાબા પરથી નીચે પડતા બે મિત્રોના મોત નીપજ્યું

સુરત જિલ્લાનાં ત્રણ માળની બિલ્ડિંગના ધાબા પરથી નીચે પડતા મૂળ બિહારના વતની અને હાલ નિયોલ ગામ ખાતે રહી મજૂરી કામ કરતા બે મિત્રોનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બનાવ અંગે કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, મૂળ બિહારના મધુબની જિલ્લાના વતની અને હાલ પલસાણા તાલુકાના નિયોલ ગામે હંસ એપાર્ટમેન્ટમાં રહીને મજૂરીકામ કરતા સંજીવકુમાર કુશે મંડલ અને તેમના મિત્ર દિલીપકુમાર શ્યામ મુખ્યા ગત તારીખ ૧૧-૧૦-૨૦૨૬ નારોજ રાત્રિના અરસામાં અંત્રોલી ગામે રામજી મંદિર પાસે ટેકરી ફળિયામાં આવેલી ત્રણ માળની ‘શ્રી હરિ નિવાસ’ બિલ્ડિંગ ખાતે ગયા હતા.

જ્યાં અગમ્ય કારણોસર બંને મિત્રો અચાનક બિલ્ડિંગના ધાબા પરથી નીચે પટકાયા હતા. ગંભીર ઈજાઓ થવાના કારણે સંજીવકુમાર મંડલનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા દિલીપકુમાર મુખ્યાને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સુરતની સ્મિમેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલમાં ચાલુ સારવાર દરમિયાન મોડી રાત્રે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અકસ્માતની જાણ તેમના પરિચિત સંજયકુમાર પ્રમોદ ચોપાલ દ્વારા કરવામાં આવતાં, કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!