Explore

Search

October 15, 2026

Contact us -7820092500

IAS Coaching

દમન, સેલવાસ અને મોરાઈમાં લોન આપવાનાં બહાને છેતરપિંડી કરનાર શખ્સ નવી મુંબઈથી ઝડપાયો

દમણમાં લોન અપાવવાના બહાને નાગરિકો સાથે છેતરપિંડી આચરનાર એક ઈસમને ઝડપી પાડયો હતો. જયારે ઝડપાયેલ આરોપીએ દમણ ઉપરાંત સિલવાસા અને ગુજરાતના મોરાઈ સહિતના વિસ્તારોમાં છેતરપીંડી કર્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આરોપીને નવી મુંબઈ ખાતેથી ઝડપી પાડી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ગત તારીખ ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬ નારોજ બિજેશ મૌર્ય નામના એક ઈસમે દમણના દાભેલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદમાં સેમસન સિંહ ઉર્ફે શુભમ મનોજ સિંહ (રહે.લેક પેરેડાઈઝ, ડુંગરા, વાપી) નામના શખ્સે તેને રૂપિયા ૧,૫૦,૦૦૦/-ની લોન અપાવવાનું વચન આપ્યું હતું. આરોપીએ પ્રાઇવેટ લોન એપ્લિકેશન દ્વારા માત્ર રૂપિયા ૪૧,૨૯૯ મંજૂર કરાવ્યા હતા. જ્યારે ફરિયાદીએ પૂરી રકમ ન મળવા બાબતે પૂછપરછ કરી. ત્યારે આરોપીએ નવી રૂપિયા ૧.૫૦ લાખની લોન અપાવવાનું બહાનું કાઢી મંજૂર થયેલ રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી અને ફરાર થઈ ગયો હતો.
જયારે સેમસનના મિત્ર લવકુશ રામશિયા પટેલને પીએફના નાણાં ઉપાડી આપવાનું કહી તેના બજાજ ફાઈનાન્સ કાર્ડની વિગતો મેળવી લીધી હતી. આ કાર્ડ પર આરોપીએ રૂપિયા ૯૮,૯૦૪/- અને રૂપિયા ૭૮,૫૪૩/-ની કિંમતના બે મોબાઈલ ફોન ખરીદી બંને ભોગ બનનારાઓને કુલ રૂપિયા ૨,૧૮,૭૧૬/-ની છેતરપીંડી આચરી હતી.

બનાવ અંગે દાભેલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. જે અંગેની તપાસ કરતા દમન પોલીસે આરોપીને નવી મુંબઈથી દબોચી લીધો હતો. જોકે પોલીસે વધુપરચ કરતા જાણવા મળ્યું હતું કે, દમન, સેલવાસ અને ગુજરાતનાં મોરાઈ વિસ્તારમાં પણ અનેક લોકો સાથે છેતરપીંડી કરી હોવાની કબુલાત કરી હતી. આમ, કુલ રૂપિયા ૭,૫૩,૭૯૭/-ની છેતરપીંડી કરી હોવાનું બહાર આવ્યું હતું.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!