Explore

Search

October 15, 2026

Contact us -7820092500

IAS Coaching

ઉમરગામનાં ખતલવાડા પાસે બાઈક અડફેટે આવતાં યુવકનું મોત

વલસાડ જીલ્લાના ઉમરગામ તાલુકાના ખતલવાડા પાસે રીયાઝ મર્ચન્ટની ચાલીમાં રહેતા મુંગેસર કેશો નનકુ રામ (મૂળ રહે.બિહાર) રવિવારે સાંજના સમયે રૂમ નજીક યુનાઈટેડ કંપની સામેના રોડ પર ફોન પર વાત કરતા કરતા જઈ રહ્યા હતા. તે સમયે તુંબ ચાર રસ્તા તરફ્થી આવી રહેલી એક અજાણ્યા બાઈક ચાલકે તેમને ટક્કર મારી અકસ્માત સર્જી અજાણ્યો બાઈક ચાલક ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો.


આ અકસ્માતમાં મુંગેસર રામ રોડ પર પટકાતા તેમને માથાના, નાક અને કાનમાંથી લોહી નીકળવા લાગતાં આજુબાજુથી લોકોએ ભેગા થઈ ૧૦૮ની મદદથી ઉમરગામ ગાંધીવાડી સી.એચ.સી. હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યાંથી પ્રાથમિક સારવાર બાદ વલસાડ સિવિલ અને ત્યારબાદ વધુ ગંભીર હાલત હોવાથી નવી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બીજા દિવસે તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પિતરાઈ ભાઈ કાલુ મંગીરવીદાસે ઉમરગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!