Explore

Search

October 15, 2026

Contact us -7820092500

IAS Coaching

ધરમપુરના લાકડમાળ ગામે વીજ કરંટ લાગતાં યુવકનું મોત

વલસાડ જીલ્લાના ધરમપુર તાલુકાના લાકડમાળ ગામે દુકાનના શેડનું વેલ્ડિંગ કરતી વેળા વીજતારને અડી જતા જોરદાર કરંટ લાગવાથી ૧૮ વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હતુ. મળતી માહિતી મુજબ, નાનાપોંઢા તાલુકાના કુંડા ગામના નિશાળ ફળિયામાં રહેતા જયદીપ ધનસુખભાઈ રડીયા વેલ્ડિંગનું કામ કરીને પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થતો હતો. જોકે જયદીપ ધરમપુર તાલુકાના લાકડમાળ ગામના પટેલ ફળિયામાં હિમાંશુ પટેલ નામની વ્યક્તિની નવી બની રહેલી દુકાનના શેડ બનાવવાના કામે વેલ્ડિંગની કામગીરી કરવા ગયો હતો.

તે દરમિયાન શેડ ઉપર ચઢીને કામ કરતા સમયે જયદીપનો હાથ નજીકના પસાર થઈ રહેલ વીજ કંપનીના જીવંત વીજતારને અડી જતા તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જેથી જયદીપ નીચે જમીન પર પટકાયો હતો. આ ઘટનામાં ગંભીર ઇજા થતાં જયદીપનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું. ઘટના અંગે મૃતકના પિતા ધનસુખભાઈ રડિયાએ ધરમપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!