વલસાડ જિલ્લાનાં ભેંસલાપાડા ખાતે સાઈ મંદિર નજીક જાહેર માર્ગની બાજુમાં ચાલતા જુગાર પર પોલીસ દરોડો પાડયો હતો. આ પોલીસ દરોડામાં પોલીસે ચાર ઈસમોને ઝડપી પાડયા હતા. જ્યારે અન્ય બે ઈસમો અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ, પારડી પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પરીયા રોડ પર ભેંસલાપાડા ખાતે સાઈ મંદિર નજીક કેટલાક ઇસમો ગંજીપત્તા વડે નાણાંની હારજીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી.
જે બાતમીના આધારે પોલીસ સ્ટાફનાં માણસો સ્થળ પર દરોડો પાડયો હતો. જયારે પોલીસને જોઈ જુગાર રમતા ઈસમો ગંજીપત્તા ફેંકીને ભાગવા લાગ્યા હતા. જોકે પોલીસે ચાર ઈસમોને ઝડપી પાડ્યા હતા. જ્યારે અરુણ અશોકભાઈ જોગી અને મામો નામનો ઈસમ ફરાર થઈ ગયા હતા. પોલીસે ઝડપાયેલ ઇસમો પાસેથી રોકડા રૂપિયા, ચાર મોબાઈલ ફોન અને એક બાઈક મળી કુલ રૂપિયા ૯૨,૮૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ ગંજીપત્તાના પાના પણ મળી આવ્યાં હતાં. આમ, પોલીસે ઝડપાયેલ જુગારીઓ ડેનિશ દોલતભાઈ પટેલ, બંસીભાઈ મંગુભાઈ હળ, સતિષ પ્રતાપભાઈ જોષી અને પ્રવીણભાઈ મગનભાઈ પટેલ (તમામ રહે.કિલ્લા પારડી, દમણીઝાંપા)નાં હતા. બનાવ અંગે ઝડપાયેલ ચાર ઈસમો તથા પોલીસ જોઈને સ્થળ ઉપરથી ફરાર થયેલ બે ઈસમો વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.(સૌજન્ય)


