Explore

Search

October 14, 2026

Contact us -7820092500

IAS Coaching

મોસાલી ચોકડી નજીકથી ટેમ્પોમાં પશુ ભરી જતાં બે પકડાયા, બે જણાં વોન્ટેડ

સુરત જિલ્લાનાં મોસાલી ચોકડી નજીકથી કતલખાને લઇ જવાતા પાંચ પશુ ભરેલ એક ટેમ્પો ઝડપી પાડી કુલ રૂપિયા ૫.૨૯ લાખનો મુદ્દામાલ કબજે કરી ચાલક અને ક્લીનરની ધરપકડ કરી બે ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. મળતી માહિતી મુજબ, માંગરોળ પોલીસે એક ટેમ્પોને પકડી તપાસ કરતા તેમાંથી કોઈપણ પ્રકારના ઘાસ ચારા કે પાણી વિના ત્રણ પાડા અને બે પાડી ભરેલી હોવાનું જણાઈ આવ્યું હતું. ત્યારે પોલીસે ચાલક અને ક્લીનરની પૂછપરછ કરતા કબૂલાત કરી હતી કે, સૂતનો ટેમ્પોનો અને ભરૂચના ઈસમો આ પાડા-પાડી ટેમ્પોમાં ભરી આપ્યા હતા અને આ પશુઓને ડાંગના આહવા ખાતે લઈ જવા કહ્યું હતું.

ત્યારબાદ આહવા પહોંચ્યા બાદ ફોન કરવા અને ત્યાં પહોંચ્યા પછી આ પશુઓ કોને સોંપવાના છે તેની જાણ કરવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી હતી. જોકે પોલીસે ૧૯ હજાર કિંમતનાં પાંચ પાડા-પાડી, બે નંગ મોબાઈલ ફોન, અને ૫ લાખ કિંમતનો ટેમ્પો મળી કુલ રૂપિયા ૫.૨૯ લાખનો મુદ્દામાલ કબજે કરી ટેમ્પો ચાલક મેહબુબ મુસ્તુફા શેખ (રહે.લિંબાયત,સુરત) અને કલીનર મસ્તાન અજીજ કુરેશી (રહે.લિંબાયત,સુરતનાંની ધરપકડ કરી પશુ ભરી આપનાર યુસુફ (રહે.શીલુડી ગામ,તા.વાલીયા,જી.ભરૂચ) અને પશુઓ ભરવા મોકલનાર ટ્રક માલિક જાકીર મુનાફ સૈયદ ઉર્ફે સમીર (રહે.સુરત)ને પોલીસે વેન્ટેડ જાહેર કરી પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!