Explore

Search

October 13, 2026

Contact us -7820092500

IAS Coaching

અમદાવાદ શહેરમાં ગટરમાંથી સફાઈ કામ દરમિયાન 5થી 6 માસનું મૃત ભ્રૂણ મળી આવ્યું

અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં સિંગરવા સ્થિત ગુજરાત વેપારી મહામંડળ પાસે આવેલા પ્લોટની ગટરમાંથી સફાઈ કામ દરમિયાન 5થી 6 માસનું મૃત ભ્રૂણ મળી આવ્યું હતું. કોઈ અજાણી વ્યક્તિએ બાળકીનો જન્મ છુપાવવાના ઈરાદે તેને ગટરમાં ફેંકી દીધી હોવાની વિગતો સામે આવતાં ઓઢવ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ, ​ઓઢવ સિંગરવા ખાતે આવેલ ગુજરાત વેપારી મહામંડળની ઓફિસમાં એડમિન તરીકે ફરજ બજાવતા સંજયપટેલ 11 ઓક્ટોબરે બપોરે ઓફિસ પાસે હાજર હતા.

આ દરમિયાન સંસ્થાના પ્રમુખએ તેને ફોન કરીને જાણ કરી હતી કે પ્લોટની બાજુમાં ગટરની સાફ-સફાઈ ચાલી રહી છે, ત્યારે અંદરથી એક મૃત હાલતમાં નવજાત ભ્રૂણ મળી આવ્યું છે. સંજયે સ્થળ પર જઈને જોતાં ગટરમાં 5થી 6 માસનું ભ્રૂણ પડેલું જોવા મળ્યું હતું. આ અંગે તેણે તાત્કાલિક ઓઢવ પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, કોઈ અજાણી વ્યક્તિએ બાળકીના જન્મની વિગત છુપાવવાના ઈરાદે, જન્મ પૂર્વે કે જન્મ બાદ તરત જ મૃત્યુ પામેલા ભ્રૂણને ગટરમાં ફેંકી દીધું હતું. પોલીસે આ મામલે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!