Explore

Search

October 13, 2026

Contact us -7820092500

IAS Coaching

પલસાણાનાં જોળવા ગામ નજીકનાં ગંભીર અકસ્માતમાં મહિલાનું મોત નીપજ્યું

સુરત જિલ્લાનાં પલસાણા તાલુકાનાં જોળવા ગામ નજીક એક અકસ્માતની ઘટના સામે આવી હતી. બારડોલીથી કડોદરા તરફ જતા રોડ પર ગાર્ડન મિલ ગેટ નંબર-૦૨ સામે રસ્તો ક્રોસ કરી રહેલા એક શ્રમજીવી મહિલાને અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશનાં વતની અને હાલ જોળવા ગામના સંગ્રામ કોમ્પલેક્ષમાં રહેતા અંગુરીબેન ગોટીરામ પરિહાર (ઉ. વ. ૫૦)નાઓ શનિવારે રાત્રીનાં સમયે કામ પતાવીને પરત ઘરે જઈ રહ્યા હતા.

તે દરમિયાન તેમને ગાર્ડન મિલ સામે રસ્તો ક્રોસ કરતી વખતે એક ફોર વ્હીલરનાં ચાલકે જોરદાર ટક્કર મારી હતી. જોકે અકસ્માત એટલો ગંભીર હતો કે મહિલાને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થઈ ગયો હતો. કારની આગળની નંબર પ્લેટ સ્થળ પર જ તૂટીને પડી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં આસપાસનાં લોકો એકત્ર થઈ ગયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક પલસાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી. જયાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. અકસ્માત અંગે મૃતકના પુત્ર વિજેન્દ્ર પરિહારે પલસાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!