Explore

Search

October 13, 2026

Contact us -7820092500

IAS Coaching

સ્ટેટ મોનિટરિંગ સેલનાં દરોડા : ૨૦.૬૧ લાખનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે એક પકડાયો, બે વોન્ટેડ

સુરત જિલ્લાનાં કામરેજ તાલુકાનાં દિગસ નજીક ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે એક્સપ્રેસ વે પર નાકાબંધી તોડીને પૂરઝડપે ભાગી રહેલ બોલેરો પીકઅપનો પીછો કરી ૨૦.૬૧ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કુલ રૂપિયા ૨૮,૬૬,૯૨૦/-ના મુદ્દામાલ સાથે પીકઅપ ચાલકની અટક કરી ત્રણ ઇસમોને વોન્ટેડ જાહેર કરાયા હતા. મળતી માહિતી મુજબ, એક બોલેરો પીકઅપમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ભરીને કીમ તરફ લઈ જવામાં આવી રહ્યો હોવાની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળતા હાઇવે પર વોચ ગોઠવી હતી.

તે દરમિયાન વલસાડ તરફથી બાતમી મુજબની પીકઅપ આવી રહી હતી જેને પોલીસે તેને રોકવા ઈશારો કર્યો હતો. ચાલકે વાહન ઊભું રાખવાને બદલે ભરૂચ તરફ હંકારી મૂક્યું હતું. પોલીસે પોતાનાં વાહનોમાં બેસી પીછો શરૂ કર્યો હતો. એકસપ્રેસ વે કામરેજના દિગસ ગામ પાસે પોલીસે પીકઅપ ચાલકને ઝડપી પાડયો હતો. ચાલકે પોલીસને જણાવ્યું કે, શાકભાજી વેચે છે.

જયારે નવસારીના વસીમ બસીર શેખ નામના શખ્સે તેને ચાર હજાર રૂપિયાનું ભાડું આપીને સેલવાસ મોકલ્યો હતો. ત્યાં સચિન ઠાકરેએ પીકઅપ લઇ જઇ તેમાં વિદેશી દારૂનો જથ્થો ભરી આપ્યો હતો. વહેલી સવારે દારૂ ભરેલી પીકઅપ લઈને કીમ તરફ જવા નીકળ્યા બાદ વસીમ શેખ સ્કોર્પિયો કાર લઈને આગળ-પાછળ પાયલોટિંગ કરી રહ્યો હતો. જોકે હાઈવે પર પોલીસની નાકાબંધી જોઈને પાયલોટિંગ કરનાર ફરાર થઈ ગયો હતો અને પીકઅપ ચાલક ઝડપાઈ ગયો હતો.

ત્યારે પોલીસે ઘટના સ્થળેથી રૂપિયા ૨૦,૬૧,૧૨૦/- કિંમતની ૬,૧૪૪ નંગ વિદેશી દારૂની બોટલો, ૮ લાખ કિંમતની પીકઅપ મળી કુલ ૨૮,૬૬,૯૨૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આમ,પોલીસે પીકઅપ ચાલક ચાંદઅલી ઉર્ફે ચાંદબાબુ કરમઅલી શેખ (રહે.નવસારી)ની ધરપકડ કરી વસીમ બસીર શેખ (રહે.નવસારી) અને સચિન ઠાકરેને વોન્ટેડ જાહેર કરી જરૂરી કાર્યાવહી હાથ ધરી હતી.(સૌજન્ય)(file photo)

Advertisement
error: Content is protected !!