Explore

Search

October 13, 2026

Contact us -7820092500

IAS Coaching

બાબલા ગામની કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો, પોલીસ તપાસ શરૂ

સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં સાયણ ગામનો યુવાન કોઈ કામ અર્થે બારડોલી આવ્યો હતો. પરંતુ આ યુવાનની લાશ બારડોલી નવસારી રોડ પર આવેલ બાબલા ગામની મુખ્ય કેનાલમાં ડૂબેલી હાલતમાં મળી આવી હતી. તેનું મોત કેવી રીતે થયું તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ઓલપાડ તાલુકાનાં સાયણ ગામે મેઈન બજાર કોળી ફળિયામાં રહેતો મેહુલભાઈ રમણભાઈ પટેલ (ઉ. વ.૩૯) કોઈ કામ અર્થે ગત હતા.

પરંતુ તારીખ ૯ નારોજ પોતાની બાઈક લઈને બારડોલી ખાતે પોતાના કોઈ કામ અર્થે આવા નીકળ્યો હતો. આ યુવાન બારડોલી આવ્યા પછી લાપતા થઈ ગયો હતો. પરિવારના સભ્યોએ આ યુવાનની શોધખોળ કરી હતી. જોકે તુરંત તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આ દરમિયાન સાયણના મેહુલ પટેલની લાશ બારડોલી નવસારી રોડ પર આવેલા બાબલા ગામની મુખ્ય કેનાલના પાણીમાં ડૂબેલ હાલતમાં મળી હતી. મેહુલના મોતની જાણ કરતા મરનારના પિતા રમણભાઈ છીબાભાઈ પટેલ અને પરિવારના સભ્યો સાયણથી બારડોલી દોડી આવ્યા હતા. મેહુલ પટેલે નહેરના પાણીમાં કૂદીને આત્મહત્યા કરી છે કે પછી અકસ્માત થયો કે અન્ય કોઈ ઘટના બની હશે તે જાણવા માટેની પોલીસે તપાસ હાથ ધરી હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!