નવસારી એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો ગણદેવી તાલુકાનાં ગણદેવા ગામે એક્સપ્રેસ હાઇવે ટોલનાકાની ઉત્તરે નાકાબંધી કરી હતી. તે સમયે એક ટેમ્પોને રોકી તપાસ કરતા તેમાંથી પાસ પરમિટ વગરનાં દારૂની રૂપિયા ૨.૭૬ લાખની કિંમતની વિદેશી દારૂની ૧૨૦૦ બોટલો મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળેથી ચાલક મજીદ આદમ સુલેમાન લોદરા (રહે.કચ્છ-ભુજ) અને કલીનર હર્ષદભાઈ દામજીભાઈ મંગેર (રહે.ભુજ) તેમજ દારૂનો જથ્થો ભરાવનાર રણજીતસિંહ સંગ્રામસિંહ સોઢા (રહે.ભુજ)ને પકડી પાડી જરૂરી કાર્યાવહી હાથ ધરી હતી.
આ ઉપરાંત પોલીસે રૂપિયા ૧૦ લાખની કિંમતનો ટેમ્પો અને ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૧૨,૯૧,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ગુન્હામાં મુંબઈના થાણે ખાતે શીલફાટા નજીક આવેલી જે.એન.પી. બિયર શોપના સંચાલક સુનિલકુમાર જેને દારૂનો જથ્થો આપનાર અને કચ્છ-અબડાસાના જિગર મોહનલાલ વડોર દારૂ મંગાવનાર અને ટેમ્પો માલિકને વોન્ટેડ જાહેર કરાયા હતા. બનાવ અંગે ગણદેવી પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.(સૌજન્ય)


