Explore

Search

October 10, 2026

Contact us -7820092500

IAS Coaching

ચીખલીનાં થાલા ગામે ઘરમાંથી ચોરી થયાની ફરીયાદ નોંધાઈ

નવસારી જિલ્લાનાં ચીખલી તાલુકાનાં થાલા ગામમાં ગાંધી કોમ્પ્લેક્ષના બી-વિભાગમાં રહેતા જયદીપભાઈનાં ભાડના મકાનમાં રહેતા નિર્મલભાઈ લેરુદાસ વૈષ્ણવે ચીખલી પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદમાં જણાવ્યા મુજબ, નિર્મલભાઈ તથા તેમના નાના ભાઈ હિમાંશુ ચીખલી ખાતે જવેલર્સની દુકાનોમાં નોકરી કરે છે. તેઓ તારીખ ૦૫-૧૦-૨૦૨૪ નારોજ બંને ભાઈઓ સવારે પોતાની નોકરી પર ગયા હતા. બપોરે આશરે સવા એક વાગ્યાના સુમારે નિર્મલભાઈના પત્ની કરીનાબેન નીચે રહેતા સંબંધીના ઘરે જમવા માટે ગયા હતા અને પોણા પાંચ વાગ્યા સુધી ત્યાં રોકાયા હતા.

ત્યારબાદ તેઓ જયારે પોતાના ફ્લેટ પર પરત ફર્યા ત્યારે ફ્લેટના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું અને દરવાજો નકુચો તોડીને ખુલ્લો જોવા મળ્યો હતો. ફ્લેટમાં ચોરી થઈ હોવાની જાણ થતાં તેમણે તુરંત જ તેમના પતિને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. નિર્મલભાઈ ઘરે આવીને તપાસ કરતા ફ્લેટમાં બેડરૂમમાં દીવાલ સાથે ફીટ કરેલ કબાટના ડ્રોઅરનું લોક કોઈ તીક્ષ્ણ સાધન વડે તોડી ડ્રોઅરમાં રાખેલા કિંમતી દાગીના અને રોકડ રકમની ચોરી થઈ હતી. બનાવ અંગે પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!