સુરત જિલ્લાનાં કામરેજ તાલુકાનાં નવી પારડી ગામમાં સગીરાએ ઘરમાં ફાંસો ખાઈ રહસ્યમય રીતે આપધાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ, મૂળ ભાવનગર જિલ્લાનાં પાલીતાણાના વતની અને હાલ કામરેજના નવી પારડી ખાતે માધવદર્શન સોસાયટીમાં રહેતા ૪૬ વર્ષીય આનંદભાઈ ભનજીભાઈ ચુડાસમા કાપડની ફેરી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
ત્યારે તેમની ૧૭ વર્ષીય સગીરવયની દીકરીએ કોઈ અગમ્ય કારણોસર રૂમમાં પંખા સાથે સાડી વડે ગળે ફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનો તેને સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. જયાં સારવાર દરમિયાન પ્રાર્થનાનું મોત થયું હતું. દીકરીના મોતથી સૌરાષ્ટ્રવાસી પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. બનાવ અંગે સગીરાએ કયા કારણોસર અંતિમ પગલું ભર્યું હશે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હતી.(સૌજન્ય)


