Explore

Search

September 30, 2026

Contact us -7820092500

IAS Coaching

બારડોલીના ઉવા ગામની સીમમાં રસ્તો ખોદવા બાબતે તકરાર થતાં યુવાન પર હુમલો

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉવા ગામની સીમમાં ખેતરનો ખાનગી રસ્તો જેસીબી મશીન વડે ખોદવા બાબતે થયેલ તકરારમાં યુવાન પર પથ્થર અને લાકડા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પિતા-પુત્ર સામે ગુનો નોંધાઈ હતી. મળતી માહિતી મુજબ, ઉવા ગામનાં રાજપુત ફળિયામાં અજયસિંહ પ્રવીણસિંહ રાઠોડ પરિવાર સાથે રહે છે અને ખેતી કરે છે. તારીખ ૨૮ નાંરોજ સવારે ઉવા ગામની સીમમાં આવેલા અજયસિંહના ખેતરના ખાનગી રસ્તા પર બાજુના ખેતરના માલિક બળવંતસિંહ પ્રતાપસિંહ રાઠોડ જેસીબી મશીનથી રસ્તો ખોદાવી રહ્યા હતા.

જેની જાણ થતાં જ અજયસિંહ સ્થળ પર પહોંચ્યા હતા અને પોતાની શેરડીની કાપણી આવતી હોવાથી રસ્તો ન ખોદવા જણાવતા બોલાચાલી થઈ હતી. ત્યારબાદ બળવંતસિંહે તેમના પુત્ર રાજપાલસિંહને ફોન કરીને બોલાવ્યો હતો. જેથી અજયસિંહે તેમના કાકા સુરેન્દ્રસિંહને બોલાવ્યા હતા. સ્થળ ઉપર આવેલા સુરેન્દ્રસિહે સમજાવવાનો પ્રયાસ કરવા છતાં રાજપાલસિંહે રસ્તા પરથી પથ્થર ઉપાડી અજયસિંહના માથામાં મારી દેતા તેમને લોહી નીકળવા લાગ્યું હતું.

આ દરમિયાન બળવંતસિંહે આંબલીના વૃક્ષના લાકડા વડે બરડાના ભાગે સપાટો મારી દીધો હતો. ઈજાગ્રસ્ત અજયસિંહને કાકા સુરેન્દ્રસિંહ બાઈક પર બેસાડી ઘરે લઈ જઈ રહ્યા હતા. તે સમયે ત્યારે રાજપાલસિંહે તને, ‘તો મારી નાખીશ’ એવી ધમકી પણ આપી હતી. ઈજાગ્રસ્ત અજયસિંહને સારવાર માટે બારડોલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતાં જ્યાં અજયસિંહના માથાના ભાગે બે ટાંકા આવ્યા હતા. સારવાર બાદ અજયસિંહ રાઠોડે બારડોલી રૂરલ પોલીસમાં બળવંતસિંહ રાઠોડ અને રાજપાલસિંહ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!