Explore

Search

September 30, 2026

Contact us -7820092500

IAS Coaching

ઓરવાડ હાઈવે પર પોલીસે ૩.૮૩ લાખનાં દારૂનાં જથ્થા સાથે ટેમ્પો ચાલકને પકડ્યો

વલસાડ જિલ્લાનાં પારડીના ઓરવાડ હાઈવે પર પોલીસે રૂપિયા ૩.૮૩ લાખનો દારૂ ભરી જતા ટેમ્પાને પકડી ચાલકની ધરપકડ કરી હતી. ટેમ્પામાં પ્લાસ્ટિકના ખાલી કેરેટની આડમાં દારૂનો જથ્થો સંતાડાયો હતો. દારૂનો જથ્થો સેલવાસથી ભાવનગર લઈ જવાતો હતો. મળતી માહિતી મુજબ, બાતમીના આધારે પારડી પોલીસે ઓરવાડ હાઈવે પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન સુરત તરફ જઈ રહેલા શંકાસ્પદ ટેમ્પાને અટકાવ્યો હતો. ટેમ્પામાં તપાસ કરતા આગળના ભાગે પ્લાસ્ટિકની ખાલી કેરેટો ભરેલા મળી આવ્યા હતા.

પોલીસે સઘન તપાસ કરતા પાછળના ભાગે દારૂની પેટીઓ ભરેલી મળી આવી હતી. આમ, પોલીસે રૂપિયા ૩.૮૩ લાખનો દારૂ અને ટેમ્પા મળી કુલ રૂપિયા ૧૦.૮૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાલક જયેશ વિઠ્ઠલભાઈ ચૌહાણ (રહે.કતારગામ,સુરત)નાંની ધરપકડ કરી હતી. વધુમાં આરોપી ચાલકની પૂછપરછમાં દારૂનો જથ્થો સેલવાસ ખાતે રહેતા જીગ્નેશ નામના શખ્સે ભરાવી આપ્યો હતો. તેમજ આ જથ્થો સુરતના સંજય મહેતા, કાળુ અને કિશન નામના શખ્સે મંગાવ્યો હતો અને તેને ભાવનગર ખાતે પહોંચાડવાનો હતો. ઘટના અંગે પારડી પોલીસે ગુનો નોંધી જીગ્નેશ, સંજય, કાળુ અને કિશનને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ કાર્યાવહી હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!