Explore

Search

September 30, 2026

Contact us -7820092500

IAS Coaching

નવસારી જિલ્લાનાં ઉન ગામની સીમમાં ગંભીર અકસ્માતમાં એક મહિલાનું મોત, ચારને ઈજા

નવસારી જિલ્લાનાં ઉન ગામની સીમમાંથી પસાર થતાં હાઇવે પર ગાડી બેકાબૂ બની પલટી જતાં કારમાં સવાર મૂળ ભાવનગર અને હાલ મહારાષ્ટ્રનાં નાલાસોપારા રહેતી મહિલાનું મોત થયું હતું. જ્યારે એકને ફેક્ચર થવા સાથે ચારને ઈજા ને ઈજા થઈ હતી. મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રના નાલાસોપારા ખાતે રહેતા વિજયભાઈ જયસુખભાઈ મકવાણા (મૂળ રહે.લીંબડી ગામ, જી.સુરેન્દ્રનગર) અને જ્યોતિબેન કટપરા સહિતના કુટુંબીઓ ભાવનગર ખાતે જ્યોતિબેનની માતાની બારમાંની વિધિમાં ગયા હતા અને સોમવારે ભાવનગરથી પરત ગાડીમાં મુંબઈ જઈ રહ્યા હતા.

તે વખતે નવસારી નજીક નેશનલ હાઈવે નંબર ૪૮ પર રાત્રે પ્રવિણ નરસિંહભાઈ કટપરા (રહે.નાલાસોપાર, મુંબઈ) ગાડી ચલાવી રહ્યો હતો. તે દરમિયાન ગાડીની આગળ ચાલતા કોઈ વાહનમાંથી પથ્થર પડતા ચાલક પ્રવિણ કટપરાએ ગાડીના આગળના ટાયરોને પથ્થરથી બચાવ્યા હતા પણ પાછળના વ્હીલમાં પથ્થર આવી જતા કાર બે ત્રણ પલટી મારી જઈ રસ્તાની બાજુમાં આવેલી ડ્રેનેજ લાઇનમાં ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

જેમાં કારમાં પાછળ બેઠેલી જ્યોતિબેન પ્રવિણભાઈ કટપરા (ઉ.વ.૩૯), તેમની દીકરી દ્રષ્ટિ, ચિરાગ ગુલાબભાઈ કટપરા અને તેમની દીકરી ડેઝલિન તથા વિજયભાઈ મકવાણાને નાની-મોટી ગંભીર ઇજાઓ થઈ હતી. જેમાં જ્યોતિબેનનું કરૂણ મોત લઈ નિપજ્યું હતું અને દ્રષ્ટિને પગમાં ફેક્ચર થયું હતું. બનાવ અંગે રૂરલ ચોકી પોલીસમાં વિજયભાઈ મકવાણાએ કાર ચાલક પ્રવિણ કટપરા સામે ફરીયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ PSI હાથ ધરી હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!