વલસાડ જિલ્લાનાં ઉમરગામ તાલુકાનાં તુંબ ગામની સીમમાં મોપેડને પાછળથી ટક્કર મારતા મોપેડ ચાલક યુવતીને ગંભીર ઈજા થતાં મોત થયું હતું. યુવતી ઘરેથી તુંબ ગામે આવેલ કંપનીમાં નોકરી પર જવા નીકળી અને રસ્તામાં ઘટના બની હતી. મળતી માહિતી મુજબ, ઉમરગામના મલાવ ગામે માલનપાડા ફળિયામાં ગૌરાંગકુમાર બાબુભાઈ પટેલ પરિવાર સાથે રહે છે. ગતરોજ ગૌરાંગ પટેલની પત્ની અમીષા પટેલ (ઉ.વ.૨૯) તુંબ ગામે આવેલી લીનહાર્ટ નામક કંપનીમાં એક્ટિવા મોપેડ પર જવા નીકળી હતી.
તે દરમિયાન રહેલ એક ટ્રકના ચાલકે એક્ટિવાને પાછળથી ટક્કર મારતા અકસ્માત થયો હતો જેમાં ચાલક અમિષા પટેલને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ચાલક ભાગી ગયો હતો. જોકે આસપાસના લોકો દોડી ગયા બાદ અમિષા પટેલને ભિલાડની હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરી હતી. અકસ્માત બાદ ટ્રક મૂકી ભાગી જનાર ચાલક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કરાયવહી હાથ ધરી હતી.(સૌજન્ય)


