સુરત જિલ્લાનાં પલસાણા તાલુકામાં સુરત ગ્રામ્ય એસ.ઓ.જી. પોલીસે પલસાણાથી સચીન રોડ પર આવેલ વિક્રમભાઈની ચાલની સામે આવેલ લોખંડની કેબીનમાં પોલીસે દરોડો પાડી ગાંજો વેચાતા ૩૯ વર્ષીય શાંન્તનું ઉર્ફે બંગાલી ચંદનેશ્વર પાત્રાને ઝડપી પાડયો હતો. તે હાલ પલસાણામાં રહે છે અને મૂળ પશ્વિમ બંગાળના મેદનીપુર જિલ્લાનો વતની છે.
આમ, પોલીસે આરોપી પાસેથી ૦.૨૩૬ કિલોગ્રામ વનસ્પતિજન્ય ગાંજો, ગાંજો ભરવાની પ્લાસ્ટિકની થેલી, અંગઝડતીમાંથી મળેલા રોકડા રૂપિયા ૪૩૦ અને રૂપિયા ૫૦૦૦ની કિંમતનો એક મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા ૧૭,૨૩૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં સામે આવ્યું છે કે, તે છેલ્લા ત્રણ વર્ષથી ગાંજાનો જથ્થો લાવી તેનું છૂટકમાં વેચાણ કરતો હતો.
તે ચાર-પાંચ દિવસ પહેલા સુરત શહેરના અશ્વિનીકુમાર વિસ્તારમાં રેલવે ટ્રેક પરથી કોઈ અજાણ્યા ઇસમ પાસેથી ૭૦૦ ગ્રામના જથ્થામાં ખરીદ્યો હતો અને તેમાંથી જ તે છૂટક વેચાણ કરી રહ્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં ગાંજો પૂરો પાડનાર અશ્વિનીકુમાર વિસ્તારના અજાણ્યા ઇ સમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. હાલમાં પકડાયેલ આરોપી વિરુદ્ધ પલસાણા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી. એસ. એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.(સૌજન્ય)


