Explore

Search

September 27, 2026

Contact us -7820092500

IAS Coaching

કીમ નજીક કુડસદ ગામે મંદિરમાં દિન-દહાળે તસ્કરો ત્રાટક્યાં

સુરત જિલ્લાનાં કીમ નજીક કુડસદ ગામનાં મંદિરમાં દિન-દહાળે ત્રાટકેલા તસ્કરે મંદિરમાંથી ઘંટ, ધાતુનો કળશ તેમજ દાનપેટીમાંથી રોકડ રકમ મળી કુલ ૧૬,૩૦૦ રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ, કીમ નજીક કુડસદ ગામે સમુહ વસાહત વિસ્તારમાં સરદાર નગર નજીક આવેલા શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિર પરીસરમાં દિન-દહાળે તસ્કરો ત્રાટક્યો હતો. તસ્કરે પવિત્ર ધાતુનો કળશ, ઘંટ અને દાનપેટી તોડી રોકડ રકમ સહિત કુલ ૧૬,૩૦૦ રૂપિયાની ચોરીને અદ્રશ્ય થઈ ગયો હતો.

આ ઘટના મંદિર પરીસરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ હતી. કેમેરાનાં ફૂટેજમાં તસ્કર ચોરી કરતો દેખાય છે. આ વાત ગામમાં ફેલાતા જ લોકોનાં ટોળેટોળા મંદિર પરીસરે ઉમટી પડ્યા હતા. ગ્રામજનોઅ તાબડતોબ કીમ પોલીસ મથકે દોડી જઈને ફરીયાદ નોંધાવી હતી, જેનાં પગલે કીમ પોલીસે ઘટના સ્થળે પહોંચી તસ્કર વિરૂદ્ધ ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજનાં આધારે તસ્કરોને શોધવાની કાર્યવાહી હાથ ધરી હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!