Explore

Search

September 27, 2026

Contact us -7820092500

IAS Coaching

વલસાડ જિલ્લાનાં ડુંગરા ગામમાં મકાનનું તાળું તોડી દાગીનાની ચોરી થઈ

વલસાડ જિલ્લાનાં ડુંગરા ગામનાં ડુંગરી ફળિયામાં શીશમ હેલ બેકરી સામે આવેલા મકાનને તાળું મારી પરિવાર હોસ્પિટલમાં ગયો હતો તે સમયે અજાણ્યા તરકરે સ્લાઈડિંગ બારી ખોલી ઘરમાં પવેશ કરીને રૂપિયા ૫૯,૯૯૩ની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ, ડુંગરામાં અજય હિવાડે પરિવાર સાથે રહે છે અને વાપી જી.આઈ.ડી.સી. સેકન્ડ ફેઝમાં નોકરી કરે છે. તારીખ ૪ સપ્ટેમ્બરે તેમની પત્નીને પુત્રીનો જન્મ થર્તા તેઓ વાપીની સ્વામ હોસ્પિટલમાં હતા.

ત્યારબાદ સાંજે તેઓ ઘરે આવી મોટરસાઈકલ લેવા ગયા બાદ મકાનને તાળું મારી કરી હોસ્પિટલ ગયા હતા. જે પાછી રાત્રે તેમના પિતા ધરે સુવા પહોંચ્યા, ત્યારે ઘરમાં સામાન વેરવિખેર જોવા મળ્યો હતો અને પાછળની સ્લાઈડિંગ બારી ખુલ્લી હતી. બીજા દિવસે સવારે તપાસ કરતાં કબાટમાંથી સોનાનું મંગળસૂત્ર, સોનાની કાનની બુટી, ચાંદીની પાયલ, ૪ ચાંદીના કડળ, ચાંદીની વીટી અને ચાંદીની ચેઇન મળી કુલ રૂપિયા ૫૯,૯૯૩/-ના દાગીના ગાયબ હોવાનું જણાયું હતું. આમ, અજાણ્યા તસ્કરે સ્માઈડિંગ ભારી કોઈ સાધન વડે બોલી ઘરમાં પ્રવેશ કરી ચોરી કરી હોવાનું જણાતા અજયે ડુંગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!