નવસારી રેલવે સ્ટેશનેથી પસાર થતી બે અલગ અલગ ટ્રેનોના રિઝર્વેશન કોચમાં ત્રાટકેલા ચોરટાઓએ બે મહિલા મુસાફરોના ગળામાંથી સોનાના બે મંગળ સૂત્ર તફડાવ્યા હતા. ત્રીજા બનાવમાં ચોરટાઓએ વેડછા રેલવે સ્ટેશન પાસેથી પસાર થતી ટ્રેનના રિઝર્વેશન કોચમાં ત્રાટકેલા ચોરટાઓએ મહિલા મુસાફરના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર આંચકીને ફરાર થઈ ગયા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પ્રથમ બનાવમાં, મહારાષ્ટ્રના ઠાણેમાં રહેતા ગૃહિણી દિપીકાબેન અલ્કેશભાઈ જૈન ગત તારીખ ૨૯/૦૮/૨૬ના રોજ સાબરમતી રેલવે સ્ટેશનેથી અમરાપુર અરાવલી એક્સપ્રેસ ટ્રેનમાં મુંબઈ જવા માટે નીકળ્યા હતા.
તેની ટ્રેનના રિઝર્વેશન કોચ નંબર એસ/૪ની સીટ નંબર ૭૩ પર મુસાફરી કરી રહ્યાં હતા. મોડી રાત્રે ટ્રેન નવસારી રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ હતી. ટ્રેનના રિઝર્વેશન કોચમાં ત્રાટકેલા ચોરટાઓએ નીંદર માણી રહેલ દીપિકાબેનના ગળામાંથી રૂપિયા ૭૮,૨૬૨/-ની કિંમતનું સોનાંનું મંગળસૂત્ર તફડાવી લીધું હતુ. બીજા બનાવમાં મુંબઈના દહિસર પૂર્વમાં રહેતા ગૃહિણી મનીગાબેન ગિરિશભાઈ સોલંકી ગત તારીખ ૨૯/૦૮/૨૬ના રોજ અમદાવાદ રેલવે સ્ટેશનેથી ગુજરાત એક્સપ્રેસ ટ્રેનના રિઝર્વેશન કોચ નંબર એસ/૩ના સીટ નંબર ૭૪ પર મુસાફરી કરી રહ્યા હતા.
ટ્રેન નવસારી રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ હતી. દરમિયાન ટ્રેનમાં ત્રાટકેલા ચોરટાઓ નીંદર માણી રહેલ દિપીકાબેનના ગળામાંથી રૂપિયા ૩૫,૦૦૦/-ની કિંમતનું સોનાનું મંગળસૂત્ર આંચકીને ફરાર થઇ ગયા હતા. ત્રીજા બનાવમાં મુંબઈના ભાઈદર ઈ સ્ટના ૩૦૩ મહાવીર ધામ પ્લેજટ પ્રોજેક્ટ પાર્ક પાસે રહેતા ગૃહિણી સ્વેતાબેન જયંતભાઈ પંચાલ ગત તારીખ ૩૦/૦૮/૨૬ નારોજ લોકશક્તિ એક્સપ્રેસ ટ્રેનના કોચ નંબર એસ/૦૨ના સીટ નંબર ૦૫ પર મુસાફરી કરી રહ્યા હતા. ટ્રેન વેડછા રેલવે સ્ટેશન પાસે મોડી રાત્રે ધીમી પડી હતી. તે સમયે ટ્રેનમાં ત્રાટકેલા ચોરટાઓએ નીંદર માણી રહેલા સ્વેતાબેનના ગળામાંથી રૂપિયા ૧,૨૦,૦૦૦/-ની કિંમતનું સોનાનું મંગળસૂત્ર તફડાવી લીધું હતુ.(સૌજન્ય)


