Explore

Search

September 26, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Surat : જમીનનાં કબ્જા અંગે થયો ઝઘડો, કોર્ટે ૬ આરોપીઓને ફટકારી સજા

સુરત શહેરનાં ઓલપાડ તાલુકાનાં નથોઈ ગામની સીમમાં જમીનના કબ્જા અંગે થયેલ ઝઘડામાં સામસામી નોંધાયેલી ફરિયાદ બાદ કોર્ટે ૬ આરોપીઓને સજા ફટકારી હતી. જયારે ૭ આરોપીઓને નિર્દોષ છોડી મૂકતો હુકમ કર્યો હતો. આ કેસની વિગત મુજબ ૨૫ ઓક્ટોબર-૨૦૨૫ના રોજ ઓલપાડના નથોઈ ગામની સીમમાં આવેલી બ્લોક નં.૨૫૧ વાળી ખેતીની જમીનમાં મૂળ ફરિયાદી પરેશભાઈ ગણપતભાઇ પટેલ તેમજ તેમના પરિવારજનો ખેતીકામ કરતા હતા.

આ સમયે જમીનની જૂની માલિકી અને ખેડાણના વિવાદને લઇને જશવંતભાઈ બાલુભાઈ આહીર, પ્રમોદ આહીર સહિતના અન્ય લોકો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પરેશભાઇ તેમજ તેમના પરિવારના બીજા સભ્યોને ગંભીર ઇજાઓ થતા નજીકની હોસ્પિટલમાં સારવાર લેવામાં આવી હતી. મારામારીની આ ઘટના અંગે પરેશભાઈએ જશવંત આહીર સહિત કુલ ૧૦થી વધુ લોકોની સામે ફરિયાદ નોંધાવી હતી.

બીજી તરફ જશવંતભાઈ આહીરે પણ પરેશ પટેલ સહિત ત્રણ લોકોની સામે ફરિયાદ આપતા પોલીસે સામસામી ફરિયાદ નોંધી હતી. આ કેસ ચાલી જતાં કોર્ટે જશવંત આહીરને ૨ વર્ષની સજા, પ્રમોદ ઉર્ફે કરશન બાલુભાઈ આહીરને ૧ વર્ષની સજા તેમજ સુભાષ બાલુભાઈ આહીરને ૧ વર્ષની સજા કરતો હુકમ કર્યો હતો. બીજી તરફ સાત આરોપીઓની સામે કોઇ પુરાવા રજૂ નહીં થતા તેઓને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા. જયારે ચાર આરોપીઓના અવસાન થયા હોવાથી તેઓને કેસમાંથી મુક્ત કરાયા હતા. જ્યારે બીજા કેસમાં પરેશ પટેલ, કાંતિ પટેલ તેમજ કિરીટ પટેલને બે વર્ષની કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો.(ફાઈલ ફોટો)

Advertisement
error: Content is protected !!