Explore

Search

September 26, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Surat : પરિણીતાએ ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પંથકમાં ચકચાર મચી

સુરત શહેરનાં પરવતગામ વિસ્તારમાં એક પરિણીતાએ ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પંથકમાં ચકચાર થઈ જવા પામી હતી. પ્રેમી યુવાન સાથે રકઝક થતાં તેણીએ મોતને વહાલું કરી લીધું હોવાનો પોલીસ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું, લિંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તરપ્રદેશની ૧૯ વર્ષીય રાગિણી પરિવાર સાથે પરવતગામ વિસ્તારમાં રહેતી હતી. તેણીનો પતિ કાપડ માર્કેટમાં નોકરી કરે છે.

તે દરમિયાન ઘરમાં લેસપટ્ટીનું કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી રાગિણીની ગતરોજ સવારે ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. બનાવની જાણ થતાં લિંબાયત પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. મૃતક રાગિણીના પતિએ પોલીસે જણાવ્યું હતું કે, મૃતક રાગિણીના પતિના કહેવા મુજબ છેલ્લા બે વર્ષથી તેણીનો ક્રિષ્ણા નામના બિહારી યુવક સાથે પ્રેમસંબંધ હતો. જેને લઈ ભૂતકાળમાં ભારે વિવાદ થતાં વાત વતનમાં પરિવારજનો સુધી પહોંચી હતી. ત્યારબાદ બંને પરિવારોની મધ્યસ્થી બાદ સમાધાન થયું હતું. જોકે ફરી ક્રિષ્ણા અને તેની વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. દરમિયાન તેઓ વચ્ચે કોઈ કારણસર રકઝક થતાં રાગિણીએ અંતિમ પગલું ભરી લીધું હતું. બનાવ અંગે લિંબાયત પોલીસ ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.(ફાઈલ ફોટો)

Advertisement
error: Content is protected !!