અમદાવાદ: પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સેટિંગ કરી મકાન ફાળવી આપવાના નામે રૂ.4,07,500ની લાંચ સ્વીકારતા અમદાવાદના પંડ્યા સુરેશકુમાર દશરથભાઈને ACBએ શાહીબાગ સ્વામિનારાયણ મંદિર ગેટ નં.3 નજીકથી રંગેહાથ ઝડપી પાડ્યો. ફરિયાદી પાસેથી અગાઉ રૂ.3,82,500 મેળવ્યા બાદ સાહેદ પાસેથી રૂ.5,75,000ની માંગણી કરી હતી, જે રકઝક બાદ રૂ.4,07,500 નક્કી થઈ હતી. ફરિયાદના આધારે તા.16 સપ્ટેમ્બરે ગોઠવાયેલા ટ્રેપમાં આરોપી પાસેથી લાંચની સમગ્ર રકમ રિકવર કરવામાં આવી. કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. મહેતા અને ટીમે કરી.
Latest News
સુરત ગ્રામ્યમાં સાયબર ઠગાઈનું નેટવર્ક ઝડપાયું, બે ઝડપાયા
September 17, 2026
ગાંધીનગરમાં ફાયર અધિકારી રૂ.૨૦ હજારની લાંચ લેતા ઝડપાયા
September 17, 2026
ડોલવણ પોલીસે ગણતરીના કલાકોમાં બાઇક ચોરીનો ભેદ ઉકેલ્યો
September 17, 2026
અમદાવાદમાં ACBનો સફળ ટ્રેપ: PM આવાસ યોજનામાં મકાન અપાવવાના નામે રૂ.4.07 લાખની લાંચ લેતા ખાનગી વ્યક્તિ ઝડપાયો


