Explore

Search

September 18, 2026

Contact us -7820092500

IAS Coaching

ડોલવણ પોલીસે ગણતરીના કલાકોમાં બાઇક ચોરીનો ભેદ ઉકેલ્યો

ડોલવણ : તાલુકાના ઉમરકચ્છ ગામમાંથી ચોરાયેલી હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇકનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપી વિવેકભાઈ અશોકભાઈ ચૌધરી (રહે. ઉમરકચ્છ, પટેલ ફળિયું)ને ચોરાયેલી બાઇક સાથે ઝડપી પાડ્યો હતો. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કાર્યવાહી કરી હતી. તપાસમાં આરોપીનો અગાઉ પણ વ્યારા અને વાલોડ પોલીસ મથકમાં ગુનાહિત ઇતિહાસ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર કાર્યવાહી પી.આઈ. એમ.ડી. ગામીતના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!