Explore

Search

September 11, 2026

Contact us -7820092500

IAS Coaching

કડોદરામાં 108 ટીમની સમયસૂચકતાથી ઘરે જ સફળ પ્રસૂતિ

સુરત: કડોદરાના પઠાણ પાર્ક વિસ્તારમાં પ્રસૂતિની પીડા ઉપડતાં મહિલાને 108 ઇમરજન્સી સેવાની ટીમે સમયસર તબીબી સહાય પહોંચાડી ઘરે જ સફળ પ્રસૂતિ કરાવી હતી. સવારે આશરે 8:50 વાગ્યે પરિવારજનોએ 108નો સંપર્ક કરતાં EMT વર્ષાબેન અને પાયલોટ આશિષ રાઠવા તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા.

સ્થળ પર મહિલાની સ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ ERCP ડૉ. મહેશના માર્ગદર્શન હેઠળ EMT વર્ષાબેને જરૂરી તબીબી કામગીરી હાથ ધરી સફળ પ્રસૂતિ કરાવી હતી. પ્રસૂતિ બાદ માતા અને નવજાત બાળકને વધુ સારવાર તથા તબીબી નિરીક્ષણ માટે CHC પાલસાણા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

108 ટીમની સમયસૂચકતા અને ઉત્તમ ટીમવર્ક બદલ પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો. કામગીરી બદલ EME હિતેશ સાહેબ અને PM અભિષેક ઠાકર સાહેબે EMT વર્ષાબેન તથા પાયલોટ આશિષ રાઠવાની પ્રશંસા કરી હતી.

Advertisement
error: Content is protected !!