Explore

Search

September 11, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Tapi: વિદેશ જવાના સપનાને ઠગે બનાવ્યું નિશાન,આયર્લેન્ડમાં રૂમના નામે તાપીની યુવતીને રૂ.1.23 લાખનો ચૂનો!

વ્યારા : તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઉંચામાળા ગામની અણુમાલા ટાઉનશીપમાં રહેતી યુવતી સાથે આયર્લેન્ડમાં રહેવા માટે રૂમ અપાવવાના બહાને રૂ.1.23 લાખની ઓનલાઈન છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે. આ અંગે કાકરાપાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.પ્રાપ્ત વિગતો મુજબ, ઉંચામાળાની અણુમાલા ટાઉનશીપમાં રહેતા ઉર્વશીબેન તુલસીભાઈ ચૌહાણની પુત્રી હેના ચૌહાણ આયર્લેન્ડમાં અભ્યાસ માટે જવાની હતી. ત્યાં રહેવાની વ્યવસ્થા માટે તેમણે ‘Ireland Buddy’ નામના વોટ્સએપ ગ્રુપમાં મેસેજ મૂક્યો હતો. દરમિયાન ‘રાજ શાહ’ નામના વ્યક્તિએ સંપર્ક કરી આયર્લેન્ડમાં તેના મિત્રના પિતાની પ્રોપર્ટીમાં રૂમ ઉપલબ્ધ હોવાનું જણાવી વિશ્વાસમાં લીધી હતી.

આરોપીએ રૂમ ડિપોઝિટ અને ટેનન્સી એગ્રીમેન્ટના નામે અલગ-અલગ યુપીઆઈ અને ક્યુઆર કોડ મારફતે રૂ.61,453 અને રૂ.61,622 મળી કુલ રૂ.1,23,075 ટ્રાન્સફર કરાવ્યા હતા.

આયર્લેન્ડ પહોંચ્યા બાદ યુવતીએ દર્શાવેલા સરનામે તપાસ કરતાં પ્રોપર્ટી આરોપીની ન હોવાનું અને ભાડે આપવાની ન હોવાનું બહાર આવ્યું હતું. ઠગાઈની જાણ થતાં પરિવારે તા. 8 સપ્ટેમ્બર 2026ના રોજ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર ફરિયાદ નોંધાવી હતી. તાત્કાલિક કાર્યવાહીથી ઠગાઈમાં ગયેલી સમગ્ર રૂ.1,23,075ની રકમ હોલ્ડ કરવામાં સફળતા મળી હતી.કાકરાપાર પોલીસે ગુનો નોંધી સાયબર ક્રાઈમની મદદથી આરોપીની શોધખોળ અને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!