નિઝર: તાપીના નિઝર તાલુકાના લક્ષ્મીખેડા ગામ પાસે પુલ પર તા. ૭ સપ્ટેમ્બરના રોજ સવારે હાઇવા ટ્રક અને આઇસર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં આઇસર ચાલકને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, કેતનકુમાર વિનુભાઈ ડોબારીયા દૂધ તથા ડેરીની ચીજવસ્તુઓની ડિલિવરી કરી આઇસર ટેમ્પો નમ્બર GJ-05-CW-4351 મારફતે સુરત પરત ફરી રહ્યા હતા.દરમિયાન લક્ષ્મીખેડા નજીક પુલ પર સામેથી પૂરઝડપે આવી રહેલી હાઇવા ટ્રક નમ્બર MH-39-AM-9200ના ચાલકે ગફલતભરી રીતે હંકારી આઇસરને ડ્રાઇવર સાઇડ પર ટક્કર મારી હતી.
અકસ્મતમાં કેતનકુમારને જમણા પગમાં ફ્રેક્ચર તેમજ કમર અને શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ૧૦૮ મારફતે નિઝર સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વ્યારા અને ત્યારબાદ સુરતની ઓર્થોપેડિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ અંગે નિઝર પોલીસે હાઇવા ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


