Explore

Search

September 11, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News: બારડોલી હાઈવે પરથી ૧૮ ભેંસો ભરેલી ટ્રક ઝડપાઈ, બેની ધરપકડ

બારડોલી : સુરત ગ્રામ્યના બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવે નં. ૫૩ પર પોલીસે ક્રૂરતાપૂર્વક ૧૮ ભેંસોને ભરીને લઈ જતી ટ્રક ઝડપી પાડી હતી. પોલીસે ટ્રકચાલક અને મજૂરની ધરપકડ કરી કુલ રૂ. ૯.૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.બારડોલી ટાઉન પોલીસના જનરક્ષક-૧૧૨ને મળેલી બાતમીના આધારે આફવા ગામની સીમમાં ચીક ખાડી પુલ નજીક શંકાસ્પદ ટ્રક નમ્બર GJ-24-V-3957 અટકાવી તપાસ કરવામાં આવી હતી. ટ્રકમાંથી ૧૮ ભેંસો ખીચોખીચ ભરેલી અને ટૂંકા દોરડાથી કસોકસ બાંધેલી હાલતમાં મળી આવી હતી. પશુઓ માટે ઘાસ, પાણી તથા પ્રાથમિક સારવારની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાનું પણ સામે આવ્યું હતું.

પોલીસે ટ્રકચાલક સીકંદરભાઈ કમાલભાઈ સૈયદ (રહે. કણભા, તા. કરજણ, જિ. વડોદરા) અને મજૂર રેવાભાઈ તનકાભાઈ વસાવા (રહે. સાંસરોદ, તા. કરજણ, જિ. વડોદરા)ની ધરપકડ કરી છે. તેમની પાસેથી પશુ પરિવહન અંગે જરૂરી પરમિટ, લાયસન્સ કે વેટરનરી સર્ટિફિકેટ મળી આવ્યા નહોતા.પ્રાથમિક તપાસમાં ભેંસોને ભરૂચ જિલ્લાના લુવારા ગામના તબેલામાંથી મહારાષ્ટ્રના માલેગાંવ તરફ લઈ જવાતી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે રૂ. ૪ લાખની ટ્રક અને રૂ. ૫.૪૦ લાખની ૧૮ ભેંસો મળી કુલ રૂ. ૯.૪૦ લાખનો મુદ્દામાલ કબજે કરી પશુઓ પ્રત્યે ક્રૂરતા સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પશુમાલિક સહિત અન્ય સંડોવાયેલા આરોપીઓની શોધખોળ ચાલુ છે.

Advertisement
error: Content is protected !!