શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર પર્વે તાપી જિલ્લામાં જુગારની મહેફિલો જમાવનારાઓ સામે પોલીસે કડક કાર્યવાહી કરી હતી. વાલોડ અને વ્યારા પોલીસ મથક વિસ્તારમાં અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી પોલીસે કુલ ૨૪ શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા.
પોલીસની કાર્યવાહીમાં જુગાર રમતા શખ્સો પાસેથી રોકડ રકમ, મોબાઇલ ફોન તથા જુગારના સાધનો મળી આવ્યા હતા, જે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઝડપાયેલા જુગારીઓના નામ : વાલોડ પોલીસ મથકના ગુનામાં: જયેશભાઈ ભગવાનદાસ પટેલ, અમિતકુમાર ઈશ્વરભાઈ પ્રજાપતિ, અંકિત અમરતભાઈ ભંડારી, વિપુલભાઈ કાકરાભાઈ રાઠોડ, રણજીતભાઈ રાકેશભાઈ રાઠોડ, ચેતનકુમાર દિપકભાઈ રાઠોડ, અજયભાઈ સુરેશભાઈ ગામીત, રાકેશકુમાર ઈશ્વરભાઈ તપસ, ચેતનભાઈ ભરતભાઈ પટેલ, મોહન રફીકભાઈ મેમણ, દિપકભાઈ શામજીભાઈ ગામીત અને નિતેશભાઈ સુરજભાઈ ગામીત ઝડપાયા હતા.
વાલોડ પોલીસની અન્ય કાર્યવાહીમાં: વિપુલભાઈ અરવિંદભાઈ ચૌધરી, વિજયભાઈ બાબુભાઈ ચૌધરી, દર્શનકુમાર જગદીશભાઈ ચૌધરી, નટુભાઈ વજનભાઈ ગામીત, મહેશભાઈ કિરણભાઈ ગામીત, ધર્મેશભાઈ કિશોરભાઈ ચૌધરી અને પંકજભાઈ બાબુભાઈ ચૌધરી ઝડપાયા હતા.
વ્યારા પોલીસની કાર્યવાહીમાં: અરવિંદભાઈ રમાભાઈ ગામીત, સુરેશભાઈ કાળાભાઈ ગામીત, જયેશભાઈ સામાભાઈ ગામીત, શૈલેશભાઈ જયંતીભાઈ ગામીત અને મયુરભાઈ શિવાભાઈ ગામીત ઝડપાયા હતા.
જન્માષ્ટમીના દિવસે જ જુગાર સામે થયેલી તાપી પોલીસની આ કાર્યવાહીથી જુગારના અડ્ડાઓ ચલાવનારાઓ અને જુગારિયાઓમાં ફફડાટ ફેલાયો છે.


