મુંબઈ, ઘાટકોપર ઈસ્ટ: ઘાટકોપર ઈસ્ટની યુનિવર્સલ સ્કૂલ ખાતે ૪ સપ્ટેમ્બરે ગોકુળાષ્ટમી નિમિત્તે ભવ્ય સંગીતમય કાર્યક્રમ યોજાયો હતો. શ્રીકૃષ્ણના જન્મોત્સવને સમર્પિત કાર્યક્રમમાં ૨૦ ગાયક-ગાયિકાઓએ હિન્દી અને ગુજરાતી ભજનોની રજૂઆત કરી હતી.
ભક્તિ, સંગીત અને ઉત્સવના સંગમ સમા કાર્યક્રમમાં નરસિંહ મહેતા અને મીરાંની કૃષ્ણભક્તિની પરંપરાને સંગીત દ્વારા રજૂ કરવામાં આવી હતી. હાઉસફુલ ઓડિટોરિયમમાં ઉપસ્થિત શ્રોતાઓએ તાળીઓના ગડગડાટ સાથે કલાકારોને વધાવ્યા હતા.
કાર્યક્રમનું આયોજન પારુલ સુગંધિ અને રાજાભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. કોર્ડિનેટર મનિષ કોઠારીના સંકલન તથા જતિન ખાખરના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું.


