તાપી જિલ્લામાં જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસે હાથ ધરેલી કાર્યવાહીમાં નિઝર અને સોનગઢ વિસ્તારમાં ચાર અલગ-અલગ દરોડા પાડી કુલ સાત શખ્સોને ઝડપી પાડ્યા હતા.
નિઝરના રાયગઢ ગામની સીમમાં જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા માધવભાઈ ઈશ્વરભાઈ નાઈક પાસેથી રૂ.૪૬૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જ્યારે સોનગઢ કિલ્લાની તળેટીમાં તળાવ નજીક વરલી મટકાનો જુગાર રમાડતા છનાભાઈ રાયલાભાઈ ગામીત પાસેથી રૂ.૪૮૦નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
સોનગઢના ઈસ્લામપુરા વિસ્તારમાં રેલવે પાટરી પાછળ વરલી મટકાનો જુગાર રમાડતા પરીક્ષિતભાઈ શ્યામભાઈ કોંકણી પાસેથી રૂ.૬૨૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત સોનગઢના જમાદાર ફળિયામાં પ્રાથમિક શાળા નજીક ગંજીપાનાથી જાહેરમાં જુગાર રમતા પ્રકાશ જાધવ, અતુલ મલેક, રાહુલ વસાવા અને રવિ ગામીતને LCBની ટીમે ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડ રકમ, મોબાઈલ સહિત કુલ રૂ.૪૭,૬૬૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.ચારેય બનાવોમાં સંબંધિત પોલીસ મથકોએ ગુનાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


