Explore

Search

August 31, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Tapi: ઉચ્છલના બાબરઘાટમાં ભાડુઆતની પોલીસને જાણ ન કરનાર દુકાનમાલિક સામે ગુનો

ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ગામે દુકાન ભાડે આપ્યા બાદ ભાડુઆતની જરૂરી માહિતી પોલીસને નહીં આપનાર દુકાનમાલિક સામે પોલીસે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધ્યો છે.

પોલીસ પેટ્રોલિંગ દરમિયાન એકલવ્ય મોડેલ સ્કૂલ સામે આવેલી કિરાણાની દુકાનની તપાસ કરતા દુકાન છેલ્લા એક વર્ષ અને ત્રણ મહિનાથી રાજસ્થાનના ભીલવાડાના મુકેશભાઈ પ્રભુલાલભાઈ ગુર્જરને માસિક રૂ.૧૦ હજારના ભાડે અપાયેલી હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં દુકાનમાલિક સુદામભાઈ વસંતભાઈ વસાવાએ ભાડુઆતનું ઓળખપત્ર કે ફોટો મેળવ્યા ન હોવાનું તેમજ પોલીસને તેની જાણ ન કરી હોવાનું જણાયું હતું.જિલ્લા કલેક્ટરના તા.૨૪ જુલાઈ, ૨૦૨૬ના જાહેરનામાના ભંગ બદલ દુકાનમાલિક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

Advertisement
error: Content is protected !!