તાપી જિલ્લામાં કાયદો-વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા માટે ભાડૂતોની ઓળખ અને વિગતો પોલીસ સમક્ષ રજૂ કરવી ફરજિયાત કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાના નિયમોનું પાલન ન કરનાર મકાન અને દુકાન માલિકો સામે તાપી એસ.ઓ.જી. પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
એસ.ઓ.જી. પોલીસની તપાસ દરમિયાન વ્યારા અને સોનગઢ વિસ્તારમાં કેટલાક મકાન માલિકોએ પોતાની મિલકત ભાડે આપ્યા બાદ ભાડૂતોની જરૂરી વિગતો સ્થાનિક પોલીસને આપી ન હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસે ત્રણ મકાન-દુકાન માલિકો સામે ગુનો નોંધ્યો છે.પોલીસની કાર્યવાહી હેઠળ વ્યારા વિસ્તારમાં દુકાન ભાડે આપનાર મનિષાબેન રમણલાલ જોષી અને યોગેશભાઈ રમેશભાઈ પાટીલ સામે ભાડૂતની વિગતો પોલીસને ન આપવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે.જ્યારે સોનગઢના ભુરીવેલ વિસ્તારમાં મકાન ભાડે આપવાના મામલે ભાવેશભાઈ વાઘાભાઈ ભરવાડ સામે પણ જાહેરનામાના નિયમોના ભંગ બદલ ગુનો નોંધાયો છે.


