તાપી : નિઝર તાલુકાના રાયગઢ ગામમાં પોલીસે જુગારના એક અડ્ડા પર દરોડો પાડીને એક વ્યક્તિની ધરપકડ કરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, નિઝર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ નિલેશભાઈ વસાવા અને તેમની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસની ટીમે રાયગઢ ગામની સીમમાં તપાસ કરતા, ત્યાં એક ઈસમ જાહેર સ્થળે જુગાર રમાડતો મળી આવ્યો હતો.
પોલીસે આરોપી કાર્તિકભાઈ ઉષાકાંતભાઈ નાઈક (રહે. રાયગઢ) ને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી મુંબઈના ‘શ્રીદેવી બજાર’ના આંકડા લખીને લોકોને જુગાર રમાડી રહ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી જુગારમાં વપરાતી એક સ્લીપ, એક બોલપેન અને કુલ ૨૮૦ રૂપિયાની રોકડ રકમ કબજે કરી હતી.આ અંગે નિઝર પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


