Explore

Search

August 20, 2026

Contact us -7820092500

IAS Coaching

વ્યારામાં બાઈક ચોરી: મન કામેશ્વર મંદિર પાસે પાર્ક કરેલી બાઈક પર તસ્કરોનો હાથફેરો

વ્યારાના દાદરી ફળિયામાં રહેતા અને સાઈ મોલમાં સેલ્સમેન તરીકે ફરજ બજાવતા યુવાનની મોટરસાયકલ મન કામેશ્વર મંદિર પાસેના ફૂટપાથ પરથી ચોરાઈ જતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદ મુજબ, ફરિયાદી ધવલભાઈ રાજુભાઈ રાઠોડ ગત તા. ૧૫ ઓગસ્ટના રોજ રાત્રિના સમયે તેમના મિત્રો સાથે રાજ મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ જોવા ગયા હતા. ફિલ્મ જોયા બાદ તેઓ કાનપુરા ખટાર ફળિયામાં આવેલા મન કામેશ્વર મંદિર પાસે પોતાની હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ નંબર GJ-05-FV-1419 પાર્ક કરીને નજીકમાં આવેલા રિવરફ્રન્ટ પર ચાલવા ગયા હતા.અડધા કલાક બાદ તેઓ પરત ફર્યા ત્યારે તેમની મોટરસાયકલ ત્યાં હતી નહીં.સ્ટીયરિંગ લોક હોવા છતાં કોઈ અજાણ્યા તસ્કરો બાઈક ચોરીને ફરાર થઈ ગયા હતા.આસપાસના વિસ્તારમાં તપાસ કરવા છતાં બાઈક ન મળતા આખરે ધવલભાઈએ વ્યારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!